Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  MPL-2016
07-Feb-2016

સર્વે મિત્રો જોગ,

આ વર્ષે આપનો ક્રિકેટ તથા રમત- ગમત ઉત્સવ તારીખ ૨૭ તથા ૨૮ ફેબ્રુઆરી -૨૦૧૬ ના રોજ સી.એમ. એકેડમી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ,ગુજરાત ગાર્ડિયન કોલોની,વાલિયા રોડ, અંકલેશ્વર ખાતે રાખેલ છે.

તારીખ ૨૭-૦૨-૨૦૧૬ શનિવારેફક્ત ક્રિકેટ ની ૯ લીગ મેચો રમાશે, તારીખ ૨૮-૦૨-૨૦૧૬ રવિવારે બે સેમી ફાઈનલ તથા ફાઈનલ માચો રમશે, તદુપરાંત બાળકો / મહિલાઓ /તથા પુરુષો માટે ખાસ રમતોનું આયોજન કરેલ છે જેવીકે કોથળા દોડ /લીંબુ ચમચી /સંગીત ખુરસી /ફૂગ્ગફોડ/ દેડકા દોડ/ લોટ ફૂક જેવી અન્ય રમતો રમાડી તમામ રમતો માં પ્રથમ તથા દ્વિતીય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,

રમત-ગમત માં ભાગ લેવા માટે તેજ દિવસે સ્થળ ઉપરજ નામ નોધાવવાના રહેશે

ભોજન સમારંભ તારીખ ૨૮-૦૨-૨૦૧૬ નારોજ બપોરે ૧૧.૦૦ કલાકે અને રાત્રે ૫.૩૦ કલાકે રાખેલ છે જેના પાસ લેવા ફરજીયાત છે વ્યવસ્થા ના ભાગરૂપે પાસ સ્થળ ઉપર ઉપલબ્ધ રહેશે જે ૧૧.૦૦ વાગ્યા પહેલા લઇ લેવાના રહેશે ત્યારબાદ પાસ વિતરણ બંધ કરીદેવામાં આવશે જેની કીમત રૂપિયા ૫૦.૦૦ પ્રતિ પાસ આપવાની રહેશે.

આભાર

મંત્રીશ્રી

મહેસાણા જીલ્લા મિત્ર મંડળ- અંકલેશ્વર –ભરૂચ,

અર્પિત પટેલ