Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
 FROM SECRETARY'S DESK
મેહસાણા જીલ્લા મિત્ર મંડળના આદરણીય વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનોને જય ઉમિયા સહ, નમસ્કાર.

મેહસાણા જીલ્લા મિત્ર મંડળની ઈલેકટ્રોનીક મીડિયા ડિરેક્ટરી (Website) ની પ્રથમ આવૃતિ આપના કરકમળમાં સાદર કરતા આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છું.

અગાઉના વર્ષમાં આપણા મંડળે કુલ્લે ત્રણ પરિચય પુસ્તિકાઓનું નિર્માણ કરેલ અને ત્યારે સભ્ય સંખ્યા પ્રમાણ સર હોવાને કારણે પુસ્તિકા બનાવવી શકાય હતી પરંતુ મંડળની ઉત્તરોતર થતી પ્રગતિ ને ધ્યાનમાં રાખી (વેબસાઈટ) બનાવવાનું નક્કી કરેલ જેના ફાયદારૂપે થોડુંક વિચારીએ તો જેનાથી સભ્ય પોતે પોતાની મનપસંદ માહિતીને ગમે તેટલી વખત બદલી શકે છે. ફેમીલી માહિતીમાં દર વખતે થતો ફેરફાર તમો જાતેજ કરી શકો છો અને પોતાની માહિતીને રોજ બરોજ અપડેટ કરી સકો છો.

જે ફાયદા પરિચય પુસ્તિકાના હતા તેના કરતા વધારે ફાયદા તમો આમાંથી મેળવી શકો છો જેમ કે કોઈકને નોકરીની જરૂરીયાત છે તો તે પોતાનો બાયોડેટા તમામ સભ્યોને પહોચાડી શકે છે જો કોઈને જરૂરીયાત હોઈ તો તેજ સભ્યને નોકરી આપી/અપાવી શકે છે.

આ વેબસાઈટ બનાવવા પછળનો હેતુ એ છે કે મંડળને દર પાંચ – છ વર્ષે જે  “પરિવાર પરિચય પુસ્તિકા” બનાવવા માટે ખર્ચ કરવો પડે છે તે ખુબજ વધારે થતો હતો અને ઈલેકટ્રોનીક મીડિયા ડિરેક્ટરી (Website) બનાવવાથી એકજ વખત ખર્ચ કરીને ફક્ત તેનું દરવર્ષે ભાડાની રકમ ચુકવવાની હોય છે અને તે ખુબજ નહીવત હોય છે.

મંડળના કાર્યક્રમો તથા સંદેશા વિષયક માહિતી પહોચાડવા માટે આજ સુધી મંડળે ખુબજ પૈસાનો ખર્ચ ઉપાડેલ પરંતુ મોઘવારી સામેં ખર્ચ ઘટાડવા માટે આપણે સૌએ જાગૃત થવુંજ પડશે. માટે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે વેબસાઈટ ઉપર આપની તથા આપના પરિવાની માહિતી રજીસ્ટ્રેશન કરીને મંડળની માહિતીથી માહિતગાર રહો.

મંડળના હોદ્દેદારો તરફથી તમોને મોકલવામાં આવતી તમામ માહિતી E-Mail ઉપરજ તમોને મળતી થઇ જશે અને તમો મંડળ સાથે હંમેશને માટે જોડાયેલાછો તેવી અનુભુતી કરશો.

યુગ ખુબજ જડપથી આગળ વધે છે. ગ્લોબલાઈજેશનનો યુગ છે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારે છે ત્યારે કદમ સે કદમ નહિ મિલાવીએ તો કદાય આપણે પાછળ રહી જશું માટે આજ રોજ આપની સમક્ષ “mehsanajillamitramandal.com” નામની વેબસાઈટ ખુલ્લી મુકતાં ખુબજ આનંદની લાગણી અનુભવું છું અને આપ સૌ રજીસ્ટર થઈ અને આ અમારા પ્રયત્નને સફર બનાવશો. અને મિત્ર મંડળ ઉતરોત્તર પ્રગતિનાપંથે આગળ વધે તેવી અપેક્ષા સહ.

આપનો વિશ્વાસુ
 
નટુભાઈ બી. પટેલ
મંત્રીશ્રી

9825038013