Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
 ABOUT US
મેહસાણા જીલ્લા મિત્રમંડળ (MMM) ની સ્થાપના તા. ૨૬-૦૧-૭૭ ના રોજ કરવામાં આવી હતી. દાંડીયા બજાર, ભરૂચ માં આવેલ શ્રી ઉમિયા
 માતાજીના મંદિરમાં મળેલા મેહસાણા જીલ્લાના બંધુઓની ભાવના એક બીજાનો સહકાર સાધીને કાર્યમાં સહાયરૂપ થવાની હતી. આ ઉદેશથી મંડળના વિકાસ અને ઉત્કર્ષના હેતુથી ૧૯૯૦ માં પ્રથમ કારોબારીની રચના પ્રો. નરોત્તમભાઈ વાળંદના પ્રમુખ સ્થાને કરવામાં આવી.

તા. ૨૫-૦૩-૧૯૮૬ના શુભ દિવસે મંડળનું રજીસ્ટ્રેશન સાર્વજનિક ટ્રસ્ટીની નોંધણી કચેરીએ રજી. નંબર: ઈ/૧૩૭૧ દ્વારા કરવામાં આવેલ સાથે ટ્રસ્ટના બંધારણમાં ટ્રસ્ટના ઉદેશો, ટ્રસ્ટીઓ વગેરેની નોંધ કચેરીએ નોંધાવવામાં આવેલ.

મેહસાણા જીલ્લા મિત્રમંડળનું કાર્યક્ષેત્ર ૧૯૮૧માં વિસ્તૃત કરીને અંકલેશ્વરમાં વસતા જીલ્લાના ભાઈઓને સમાવવામાં આવ્યા, તે સમયે ૧૨૮, આજીવન તથા ૧૧૯ વાર્ષિક સભ્યોની નોંધ થયેલ હતી.

સને ૧૯૯૮ માં સભ્ય સંખ્યા ૭૦૦ જેટલી હતી જે વધીને ૨૦૦૭ માં પ્રમોદભાઈના પ્રમુખ સ્થાનેથી બનેલ પરિવાર પરિચય પુસ્તિકામાં ૧૪૮૮ સભ્યોની યાદી બની, આમ આપણા સંગઠન, શિક્ષણ અને ઉન્નતિના ઉદેશમાં આપણે આગળ વધતા રહ્યા છીએ.

હાલમાં ઘણા સમયથી આપણું મંડળ સમાજ ઉપયોગી વિવિધ પ્રવતિઓ કરે છે જેમાં મુખ્યત્વે શૈક્ષણિક અને સાંસ્કતિક કાર્યક્રમો તથા પ્રોત્સાહક ઇનામો, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે કરવામાં આવે છે. તદઉપરાંત વાર્ષિક મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા અન્ય પ્રોગામો પણ કરવામાં આવે છે.