Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  FULSKEP VITRAN
17-May-2016

સર્વે સભાસદ મિત્રો જોગ,
વિષય-: ફૂલસ્કેપ નોટબુક વિતરણ બાબત.
નમસ્કાર,
જય ભારત સાથે જણાવવાનું કે મંડળ આ વર્ષે નવીન પ્રવૃતિ નિમિતે ફૂલસ્કેપ (નોટબુક) નું વિતરણ કરવાનું આયોજન કરેલ છે જે બૂક બજારમાં ૬૦૦ રૂપિયે ડઝન મળેછે તે મંડળ ૫૦% કિમતે (૩૦૦ રૂપિયે ડઝન) વિતરણ કરશે
જે કોઈ મિત્રો ફૂલસ્કેપ ખરીદવા માંગતા હોય તેઓ નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરી મેળવી શકશે.
મંડળ માટે આ પ્રથમ પ્રયાસ હોઈ ઉપરોક્ત વિતરણ પહેલા તે વહેલાના ધોરણે કરવામાં આવશે જો ફૂલસ્કેપ પૂર્ણ થઇ જાય અને કોઈ મિત્રો ને ના મળે તો કોઈ પણ જાતની તકરાર કાર્યકર્તા સાથે કરવી નહિ.
                          
ધ્યાને રાખવાના નિયમો (ફરીથી ધક્કો ના ખાવો પડે તે માટે ચુસ્તપણે પાલન કરશો)
(૧) સભાસદ ક્રમાંક હોવો ખુબજ જરૂરી છે
(૨) એક વિદ્યાર્થી ને ઓછામાં ઓછી ૧ ડઝન અને વધુમાં વધુ ૨ ડઝન ફૂલસ્કેપ આપવામાં આવશે.
(૩) વર્ષ ૨૦૧૫ માં પાસ કરેલ ધોરણની ઓરીજીનલ માર્કશીટ દર્શાવવાની રહેશે.
 
 
ફૂલસ્કેપ મેળવવાનું સ્થળ નીચે મુજબ રહેશે.
અંકલેશ્વર
 દુકાન નંબર-૨૯-૩૦, આમ્રકુંજ એપાર્ટમેન્ટ, સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં, જલધારા ચોકડી, જી.આઈ.ડી.સી., અંકલેશ્વર, તારીખ ૨૨/૦૫/૨૦૧૬ રવિવારે તથા ત્યાર પછીના દરેક રવિવારે (સ્ટોક હોય ત્યાં સુધી) વિતરણ  ચાલુ રહેશે. સમય સવારે ૯ થી ૧ કલાક, સાજે ૫ થી ૭ કલાક, દરમિયાન મેળવી શકાશે
રોનક ટ્રેડલીંક, પ્લોટ નંબર ૧૭૦૬/૬,જી.આઈ.ડી.સી.,અંકલેશ્વર, તારીખ  ૨૨/૦૫/૨૦૧૬ રવિવારથી દિવસ દરમિયાન દરરોજ વિતરણ ચાલુ રહેશે (સ્ટોક હોય ત્યાં સુધી)
ભરૂચ
મેં. એન.વી. માર્બલ,અને મેં. નાવી કોર્પોરેશન, શ્રી મનીષભાઈ, પ્લોટ નંબર- સી/૧/બી/૧૧૪/૨, કરીશના માર્બલ ની પાસે, જી.આઈ.ડી.સી, ભરૂચ. થી ૦૧/૦૫/૨૦૧૬ રવિવારથી દરરોજ સવારે ૯ થી ૧ કલાક અને સાંજે ૩ થી ૭ કલાક દરમિયાન મેળવી શકાશે.
 
કિરણભાઈ ચતુરભાઈ પટેલ, ૪૧/બી, નારાયણ નગર-૧, શક્તિનાથ ભરૂચ થી ૦૧/૦૫/૨૦૧૬ રવિવારથી દરરોજ સવારે ૧૧ થી ૧ કલાક દરમિયાન મેળવી શકાશે.
 
ચિરાગ બી. પટેલ, ૨૪, ગંગોત્રી પાર્ક સોસાયટી, લીંક રોડ, ભરૂચ ૦૧/૦૫/૨૦૧૬ રવિવારે તથા ત્યાર પછીના દરેક રવિવારે (સ્ટોક હોય ત્યાં સુધી) વિતરણ  ચાલુ રહેશે. સાજે ૪ થી ૭ કલાક દરમિયાન મેળવી શકાશે
 
પટેલ બ્રિજેશભાઈ પ્રહલાદભાઈ, બી/૩૦૨,સી સાઈ શ્રધ્ધા રેસિડેન્સિ, મધુરમ પાર્ટી પ્લોટની સામે, ઝાડેશ્વર રોડ, ભરૂચ, દર બુધવારે આખો દિવસ વિતરણ ચાલુ રહેશે (સ્ટોક હોય ત્યાં સુધી)
 
મંત્રીશ્રી,