સ્નેહી શ્રી, સભ્ય મિત્રો,
જન્માંષ્ઠ્મીનો પાવનપ્રસંગ આવી રહ્યો છે જે નિમિતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ માં જી.આઈ.ડી.સી. માં આવેલ તમામ મંડળો /ધાર્મિકસંસ્થાઓ /કુલ્લે મળી ૧૫ રથ ની શોભાયાત્રા તેમજ મટકી ફોડ તથા રાસ-ગરબા સાથે આ યાત્રા તારીખ ૨૮/૦૮/૨૦૧૩ બુધવાર ના રોજ ૨:૩૦ કલાકે શરુ થશે અને ૭:૩૦ કલાકે પૂર્ણ થશે. જેના કાર્યક્રમ ની રૂપરેખા આ સાથે સામેલ કરેલ છે.
તમામ સભ્યમિત્રો ને મહેસાણા જિલ્લા મિત્ર મંડળ, વતી ભાવપૂર્વક આમંત્રણ પાઠવું છુ, તેમજ આપણા મંડળ તરફથી એક રથનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. તેમજ દરેક વડીલો, ભાઈઓ-બહેનો તથા બાળકો વેશભૂષામાં પ્રદર્શિત થાય અને એક ભક્તિમય વાતાવરણ સર્જાય, જી.આઈ.ડી.સી. માં વૃંદાવન (કૃષ્ણજી અને ગોપીઓ) થી દ્રષ્ટીમાન થાય.
શોભાયાત્રા માં રાસ-ગરબા માં જોડાવવા ઈચ્છતા ભાઈઓ-બહેનો/બાળકો એ વ્યવસ્થાના ભાગરૂપે સ્વૈચ્છિક નામની નોધણી કરાવવી જરૂરી છે. (ટ્રેડીશનલ ડ્રેસ માં સારો દેખાવ કરનાર ગ્રુપ ને સન્માનિત કરવામાં આવશે).
નોધણી કરાવવા માટે સંપર્ક સૂત્ર – યગ્નેશભાઈ પટેલ ૯૮૨૪૭૦૦૮૯૧/ દીપેનભાઈ પટેલ ૯૮૨૫૦૮૨૭૧૧/ નટુભાઈ પટેલ ૯૮૨૫૦૩૮૦૧૩.